મોરબી પાલિકામાં નવા વર્ષના કરવેરા ભરવામાં લોકોનો ભારે ઘસારો

- text


સપ્ટેબ્મર સુધીમાં કરવેરા ભરનારને 10 ટકા કર રાહત મળશે: પાલિકસમાં કરવેરા ભરવા માટે લાઈનો લાગતી હોવાથી બીજી બારી ચાલુ કરવા માંગ

મોરબી : મોરબી પાલિકાના ચાલુ નાણાંકીય વર્ષ માટે કરવેરા ભરપાઈ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.જોકે સપ્ટેબ્મર સુધીમાં કરવેરા ભરનારને 10 ટકા કરબરાહત મળશે તેવી યોજના જાહેર કરવામાં આવી છે.કરવેરા ભરવા માટે લોકોએ અદમ્ય ઉત્સાહ દાખવતા પાલિકા કચેરીએ લાંબી લાઈનો લાગી રહી છે.તેથી લોકોની મુશ્કેલી નિવારવા માટે બીજી બારી ચાલુ કરવાની માંગ ઉઠી છે.

મોરબી નગરપાલિકા કચેરીમાં નવા નાણાકીય વર્ષ માટે કરવેરા ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.લોકો પણ કરવેરા ભરવામાં ભારે ઉત્સાહ દાખવ્યો છે અને સામેથી લોકો કરવેરા ભરવા માટે પાલિકા કચેરીએ લાંબી લાઈનો લગાવી રહ્યા છે.પરંતુ પાલિકા કચેરીમાં કરવેરા ભરવા માટે એક જ બારી હોવાથી લોકોને કરવેરા ભરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આથી પાલિકા કચરીમાં લોકોને કરવેરા ભરવામાં પડતી મુશ્કેલી નિવારવા માટે બીજી બારી શરૂ કરવાની માંગ ઉઠી છે.જોકે પાલિકા તંત્ર દ્વારા લોકો વહેલી તકે કરવેરા ભરવામાં ઉત્સાહ દાખવે તે માટે આગામી સપ્ટેબ્મર સુધી 10 ટકા રિબેટ આપવાની યોજના જાહેર કરવામાં આવી છે.એટલે લોકોને 10 ટકા કર રાહત મળશે.જ્યારે 2019-20ના વર્ષ માટે 23.53 કરોડની ડિમાન્ડ છે.જેમાં ચાલુ વર્ધની 11.37 કરોડની અને પાછલા વર્ષની 12.15 કરોડની ડિમાન્ડ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકાએ કમર કસતા અને લોકોએ સારો ઉત્સાહ દાખવતા ગતવર્ષે કરવેરા પેટે સારી એવી માતબર રકમની વસૂલાત થઈ હતી.ત્યારે ચાલુ વર્ષે પણ કરવેરાનો ટાર્ગેટ પૂરો થાય તેવી પાલિકાના ટેક્સ વિભાગને આશા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text