મોરબીમાં પરિણીત યુવકે યુવતી સાથે શરીર સબંધ બાંધી ગર્ભ રાખી દીધો

- text


યુવતીને ભોળવી પત્નીની જેમ રાખવાની લાલચ આપી અવાર નવાર શરીર સબંધ બાંધનાર શખ્સ સામે ફરિયાદ નોંધવાઈ
મોરબી : મોરબીમા એક પરિણીત શખ્સે કુંવારી યુવતીને ભોળવી પત્નીની જેમ રાખવાની લાલચ આપી અવાર નવાર શરીર સબંધ બાંધીને ગર્ભ રાખી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવતીએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વિશિપરામા રહેતી અપરણિત યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓના જ વિસ્તાર વિશિપરા સ્મશાન રોડ પર રહેતા જીવણભાઈ જેન્તીભાઇ કોળીએ ચાર માસ પૂર્વે તેની સાથે શરીર સબંધ બાંધીને તેને ગર્ભ રાખી દીધો છે. ફરિયાદમા વધુમાં જણાવાયુ છે કે આ શખ્સે તેને ભોળવી મૈત્રી કરાર કરી પત્નીની જેમ રાખવાની લાલચ આપી અવારનવાર તેની સાથે શરીર સબંધ બાંધ્યા હતા.

- text

આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ કે.એચ. રાવલે જણાવ્યું કે આ કામનો આરોપી ૨૫ વર્ષની ઉંમર ધરાવે છે. જેના લગ્ન પણ થઈ ચૂક્યા છે. તેને તેની સાથે રિલેશનમાં રહેલી અપરણિત યુવતીને મૈત્રીકરારની લાલચ આપીને અનેકવાર શરીર સબંધ બાંધ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે શખ્સ સામે કલમ ૩૭૬ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text