કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલે આજથી હળવદમાં પ્રચારનો કર્યો પ્રારંભ

- text


જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત પાલીકાના સભ્યો અને કાર્યકરો બહોળી સંખ્યામાં રહ્યા હાજર , દિનેશભાઈને જંગી લીડથી જીતાડવા કર્યું આહવાન

હળવદ-ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભાની પેટા ચૂંટણીના બ્યુંગલ ફુંકાઈ ગયા છે ત્યારે હળવદ ખાતે આજરોજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારની અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ કોંગ્રેસ સમિતિના હોદેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હળવદ – ધ્રાંગધ્રાની ખાલી પડેલ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજરોજ હળવદ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે હળવદ – ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલની અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી અગ્રણીઓ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. આ તકે દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૭માં આયાતી ઉમેદવાર હોવા છતાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જંગી લીડથી જીતાડી ધારાસભ્ય બનાવ્યા હતા. પરંતુ પોતાના અગંત સ્વાર્થ સાધવા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું દઈ ભાજપમાં જાડાઈ જઈ હળવદ – ધ્રાંગધ્રાની પેટા ચુંટણીમાં ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર બન્યા છે. પરંતુ હળવદ – ધ્રાંગધ્રાની પ્રજા સાથે સાબરીયાએ જે દ્રોહ કર્યો છે તે જનતા સાંખી નહીં લે અને ર૩ એપ્રિલના રોજ જનતા પોતાની તાકાત બતાવી દેશે તેમ કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું હતું. આ તકે ધ્રાંગધ્રા પટેલ સમાજના અગ્રણી જયેશભાઈ પટેલ, ઠાકોર સમાજના અગ્રણી સનતભાઈ ડાભી, હળવદ કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ભીખાભાઈ પટેલ, કોંગ્રેસ યુવા અગ્રણી ત્રિશાલભાઈ પટેલ, દલવાડી સમાજના અગ્રણી સુંદરભાઈ રાઘુભાઈ, આહિર સમાજના અગ્રણી પ્રભાતભાઈ, માલધારી સમાજના અગ્રણી વેલાભાઈ ભરવાડ, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મનસુખભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ એરવડીયા, વાસુદેવભાઈ પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ અનિરૂધ્ધસિંહ ખેર, હળવદ દલિત સમાજના અગ્રણી દિનેશભાઈ મકવાણા, ભીખાભાઈ, ગુલાબભાઈ, ચંદુભા, મનસુખભાઈ પ્રજાપતિ, ડો.અનિલ પટેલ, ભૂપતભાઈ ઠાકોર, ઓધાભાઈ ઠાકોર તેમજ હળવદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તેમજ પાલીકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

- text

- text