મોરબીના ટીંબડી ગામે ઘરમાં દેશી દારૂ બનાવતી વેળાએ લાગી આગ : એકની ધરપકડ

- text


 

મોરબી : મોરબીના ટીંબડી ગામે ઘરમા દેશી દારૂ બનાવતી વેળાએ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ મકાનમા આગ લાગતા અહીં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાનો ભાંડો ફૂટ્યો હતો. બાદમાં પોલીસે દારૂ બનાવતા શખ્સને પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામે એક રહેણાંક મકાનમાં દેશી દારૂ દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. આ વેળાએ ત્યાં ગેસની નળી તૂટી જતા આગ લાગી હતી. જો કે મહામહેનતે આ આગને બુઝાવવામાં આવી હતી. પરંતુ આગ ઓલવાઈ ગયા બાદ આ રહેણાંક મકાનમાં દેશી દારૂ બનવવામાં આવતો હોવાનો ભાંડો ફૂટયો હતો. જેથી પોલીસે દેશી દારૂ બનાવતા સંજય ગોવિંદ નામના શખ્સને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text