મોરબી રેડીયોમાં આજે રાત્રે 9 વાગ્યે મેરેથોન દોડવીર ડો.અનિલ પટેલ મહેમાન બનશે

- text


અનેક મેરેથોનમાં જવલંત સિદ્ધિ મેળવનાર જૈફવયના ડો.અનિલ પટેલના જીવન વિશે રસપ્રદ વાતો સાંભળવા મળશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરૂ કરાયેલા મોરબી રેડિયોમાં આજે આવો વ્હાલા મહેમાનો કાર્યક્રમ હેઠળ આજે શનિવાર રાત્રે 9 વાગ્યે જાણીતા મેરેથોન દોડવીર ડો.અનિલ પટેલ મહેમાન બનશે.રાજ્ય તથા રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક મેરેથોન દોડમાં જવલંત સિદ્ધિ મેળવનાર ડો.અનિલ પટેલના જીવન વિશે રસપ્રદ વાતો સાંભળવા મળશે.

મોરબી અપડેટ દ્વારા શરૂ કરાયેલા મોરબી રેડિયો મારફત લોકો અલગ અલગ ક્ષેત્રે યોગદાન આપનાર પ્રતિભાઓના જીવનમથી પ્રેરણા મેળવી શકે તેવા હેતુસર મોરબી રેડિયો પર દરરોજ રાત્રીના 9થી10 દરમ્યાન આવો વ્હાલા મહેમાનો હેઠળ આ પ્રતિભા સાથે સીધા સંવાદનો કાર્યક્રમ શરૂ કરાયો છે.જેમાં આજે શનિવારે મેરેથોન દોડવીર ડો.અનિલ પટેલ મોરબી રેડીયોના અતિથિ બનશે.આર.જે.રવિ બરાસરા તેમની સાથે સીધો સંવાદ કરશે.65 વર્ષના ડો.અનિલ પટેલ યુવાનોને પણ શરમાવે તેવી ચપળ સ્ફૂર્તિ ધરાવે છે અને તેઓ કાયમી વ્યાયામ કરીને શરીરને એકદમ ચુસ્ત અને ફિટ રાખે છે.જોકે તેમણે જૈફવયની ઉંમરે જ મેરેથોન સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.તેઓ શરીરની યોગ્ય ફિટનેસ અને દરોજજ કરતા વ્યાયામ ને કારણે મેરેથોનમાં મેદાન માર્યું હતું.આવી રીતે તેમણે અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની મેરેથોનમાં જવલંત સિદ્ધિઓ મેળવી છે.અને તાજેતરમાં પણ મેરેથોનમાં મહારત હાંસલ કરી હતી.મેરેથોનમાં ભાગ લેવાને કારણે તેઓ દોડવીર તરીકે જાણીતા થયા છે.મિલનસાર સ્વભાવના ડો.અનિલ પટેલનો આંજે મોરબી રેડિયો પર વાર્તાલાપથી લોકોને તેમના સ્વસ્થ જીવનની જડીબુટી વિશે જાણકારી મળશે.તેથી આજે રાત્રે મોરબી રેડિયો સાંભળવાનું ચૂકશો નહિ. અને આ એપિસોડનું રિપીટ ટેલિકાસ્ટ બીજે દિવસે સવારે 11 વાગ્યે કરવામાં આવશે.

- text

Morbi Radio : Dr Anil Patel

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text