મોરબી: પોસ્ટ ઓફિસનો સબ પોસ્ટ માસ્તર લાખોની ઉચાપત કરી ગયો

- text


પોસ્ટ ઓફિસ ઈન્સ્પેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી

મોરબી: મોરબી જિલ્લાના સામાકાંઠા વિસ્તારમાં આવેલી નજરબાગ પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ ફરજ દરમિયાન લાખોની સરકારી રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ પોસ્ટ ઓફિસ ઈન્સ્પેક્ટરે નોંધાવી હતી.

મૂળ ભાવનગરનિવાસી અને હાલ મોરબીમાં પોસ્ટ ઓફિસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ કનૈયાલાલ જોશીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કે સબ પોસ્ટ માસ્તર ગોવિંદ ખીમાભાઇ પરમાર(રહે. નાના મૌવા, રાજકોટ) તારીખ 15 ફેબ્રુઆરી 2016 થી 27 સપ્ટેમ્બર 2016 સુધી પી પી ડબલ્યુ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હતા, તે દરમિયાન તારીખ 27 સપ્ટેમ્બરના રોજ જે સિલક રૂપિયા 11,32,184 થવી જોઈએ તે તપાસને અંતે માત્ર 8,87,806 જ મળી હતી. બાકીની રકમની ઉચાપત કરીને અંગત ઉપયોગ કરવાની ફરિયાદ નોંધાવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text