હળવદમા આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ૬ પકડાયા

 

પોલીસે રૂ. ૧૪ હજારની રોકડ મળી કુલ રૂ. ૬૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદ : હળવદમા એક દુકાનની અંદર પોલીસ દરોડો પાડીને આઈપીએલની મેચ પર સટ્ટો રમતા છ શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. ૧૪ હજારની રોકડ મળી કુલ રૂ. ૬૩ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ હળવદમા મોરબી ચોકડી પાસે બજરંગ કોર્પોરેશન નામની દુકાનમાં પોલીસે રેડ પાડીને આઈપીએલની મેચ પર સટ્ટો રમતા પંકજ ચમનભાઈ ગોઠી, આશિષ ભગવાનજીભાઈ પરમાર, રાકેશ લક્ષ્મણભાઇ ચાવડા, હસમુખ ખીમજીભાઈ ચાવડા, અશોક ભવાનભાઈ ચાવડા અને વિરુ વૈષ્ણવને રૂ. ૧૪,૭૨૦ની રોકડ મળી કુલ રૂ. ૬૩૩૨૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.