વાંકાનેરમાં યુવતી ગુમ

- text


વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે રહેતી યુવતી ગુમ થયાની નોંધ થતા વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના તીથવા ગામે રહેતી આદિલાબેન ઉસ્માનભાઈ શેખ ઉ.વ.19 નામની યુવતી તા.27 માર્ચના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. બાદમાં તેણીનો કોઈ પતો ન લાગતા તેના પિતા ઉસ્માનભાઈ અલીભાઈ શેખએ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુમસુદા નોધાવી છે.જેના આધારે વાંકાનેર પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.

- text