મોરબી : બાળકની હત્યા કેસના બન્ને આરોપીઓ ૪ દિવસની રિમાન્ડ પર

- text


 

આરોપી ભાઈઓએ સાઢુભાઈ કે તેના પુત્રમાંથી કોઈ એકનું ઢીમ ઢાળવાનું નક્કી જ કરી રાખ્યુ ‘તુ

મોરબી : મોરબીમાં ૧૧ વર્ષના બાળકની હત્યા કેસના બન્ને આરોપીઓને પોલીસે આજે પાંચ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે બન્ને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. બન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ તેમના સાઢુભાઈ કે તેના પુત્ર બન્નેમાંથી કોઈ એકનું ઢીમ ઢાળી દેવાનું અગાઉથી જ નક્કી કરી નાખ્યું હતુ.

મોરબીમાં પત્ની સાથે આડાસબંધ ધરાવતા સાઢૂભાઈના ૧૧ વર્ષના પુત્ર હિતેશ ચાવડાની ગળાટૂંપો દીધા બાદ સળગાવી દઈને હત્યા નિપજાવનાર હાર્દિક ચાવડા અને તેના સગાભાઈ વિજય ચાવડાને પોલીસે પકડી પાડ્યા હતા. આજ રોજ આ બન્ને આરોપીઓને પોલીસે પાંચ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. બન્ને આરોપીઓની કોર્ટે ચાર દિવસની એટલે કે ૩૦મી સુધીની રિમાન્ડ મંજુર કરી આપી છે. ઉપરાંત પોલીસે બન્ને આરોપીઓના બે બાઇક તેમજ બે મોબાઈલ કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

બન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમા સામે આવ્યું છે કે બાળકની હત્યા કરનાર બન્ને આરોપીઓ સંબંધે સગા ભાઈઓ છે. આરોપી હાર્દિક ચાવડાના લગ્નને ૯ માસ જેટલો સમય થયો હતો. તેના સાઢુભાઈના પત્ની સાથેના આડા સંબંધને કારણે અગાઉ જ તેના સાઢુ ભાઈને કા તેના પુત્રને જાનથી મારી નાખવાનું નક્કી કરી નાખ્યું હતુ. બન્ને આરોપીભાઈઓ ઇલેક્ટ્રિક કામ સાથે સંકળાયેલા હોય તેઓ વાયરને બાળવા જે જગ્યાએ જતા તે અવાવરૂ જગ્યાએ તેઓએ હત્યા માટે પસંદ કરી હતી. બાળક ઘરમાં હોય તેને નાસ્તાના રૂ. ૨૦ આપીને તેને ભૂંગળા બટેટા ખાવા જવાના બ્હાને ઘરની બહાર લઈ જઈને બાઇક પર અવાવરું જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. જ્યા આ બન્ને ભાઈઓએ તેનું હાથેથી ગળુ દાબી દીધું હતું. બાદમાં માથે લાકડા નાખી અને પેટ્રોલ છાંટીને આંગ ચાંપી દીધી હતી.

- text