મોરબી : સંસ્કૃત ભારતી મોરબી દ્વારા સંસ્કૃત ઉપાસક ચિંતન ગોષ્ઠી યોજાઈ

- text


મોરબી : ભારતીય વેદોની ભાષા સંસ્કૃત છે. તેમજ વિશ્વની સહુથી પ્રાચીન ભાષા પણ સંસ્કૃત જ છે. સંસ્કૃત એ પૂર્ણ ભાષા છે. સંસ્કૃત એક જ એવી ભાષા છે જેમાં વિશ્વની અન્ય ભાષાઓની માફક એક અર્થના અન્ય અર્થો થતા નથી. આવી સંસ્કૃત ભાષાની માવજત તેમજ તેના પ્રચાર પ્રસાર અને મહત્વને લોક ઉજાગર કરવા માટે મોરબીની સંસ્કૃત ભારતી દ્વારા તાજેતરમાં સંસ્કૃત ઉપાસક ચિંતન ગોષ્ઠિ યોજાઈ હતી.

આ વિચાર ગોષ્ઠિમાં મોરબીની વિવિધ શાળાના સંસ્કૃત શિક્ષકો હાજર રહ્યા હતા. સંસ્કૃતના પ્રસાર પ્રચાર તેમજ સંસ્કૃતને લોકભાષા બનાવવા માટેના પ્રયત્નો વિશે સંસ્કૃત ગૌરવ પરીક્ષા, સંસ્કૃત ભાષા બોધન વર્ગ થકી વિવિધ બાબતોની ઊંડાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વેદ ભાષા સંસ્કૃત અંગે વિચારોનું આદાન-પ્રદાન થયું.
આ વિચાર ગોષ્ઠિમાં
સંસ્કૃત શિક્ષક સંસ્કૃત માટે શું કરી શકે? તેમજ સંસ્કૃત શા માટે ? જેવા વિષય ઉપર સંસ્કૃત ભારતી સંગઠનમાંથી ખાસ ઉપસ્થિત જયશંકરભાઈ રાવલ (પ્રાંત મંત્રી) તેમજ હીમાંજયભાઈ પાલીવાલે (પ્રાંત સંગઠન મંત્રી) પ્રકાશ પાડ્યો હતો.

આ તકે ઉપસ્થિત રહેલા તમામ સંસ્કૃત ઉપાસકોનો સંસ્કૃત ભારતી મોરબી તરફથી શ્રી કિશોરભાઈ શુક્લ (જિલ્લા સંયોજક) અને શ્રી મયુરભાઈ શુક્લએ (જિલ્લા સહસંયોજક) આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text