માળીયા : એસ.ઓ.જીએ ગેરકાયદે પિસ્તોલ સાથે સુરજબારીના શખ્સને ઝડપ્યો

- text


માળીયા (મી.) : આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને પોલીસનું સઘન ચેકીંગ ચલાવવામાં આવી રહ્યું છે. અસમાજિક તત્વો તથા ગેરકાયદે શસ્ત્રોની હેરાફેરી કરતા ઈસમો પર ઘોંસ બોલાવવામાં ખાસ ટીમો ઉભી કરવામાં આવી છે. ત્યારે મોરબી એસ.ઓ.જીના પો.ઇન્સ. જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ કામ કરતી ટુકડીના પો.કો. ભરતસિંહ ડાભીને મળેલી ચોક્કસ બાતમીને આધારે એક ઇસમને ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપી પડાયો છે.

મોરબી એસ.ઓ.જીના પો.કોન્સ. ભરતસિંહ ડાભીને બાતમી મળી હતી કે સુરજબારીના ઇકબાલ આદમ જેડા ઉં.વ. 25 ગેરકાયદે હથિયાર ધરાવે છે. આ શખ્સ મોરબી કચ્છ હાઇવે રોડ પર કાજરડા ગામના પાટિયા પાસે આવેલી નવજીવન હોટલ પાસે આવ્યો હોવાની મળેલી બાતમીની ખરાઈ કરતા ઉપરોક્ત ઈસમ મળી આવ્યો હતો. જેની પાસેથી પિસ્તોલ નંગ 1 , કિંમત રૂ. 20000 મળી આવતા ઇકબાલની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી માળીયા પોલીસને હવાલે કરાયો છે. એસ.ઓ.જીના પો.હેડ.કોન્સ. કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, ઈશ્વરભાઈ ક્લોતર, પ્રવિણસિંહ ઝાલા, પો.કોન્સ. ભરતભાઈ જિલરીયા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા તેમજ ભરતસિંહ ડાભી સહિતના સ્ટાફે આરોપીને ઝડપી પાડવાની કામગીરી કરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text