ધૂળેટીએ ત્વચાની કાળજી કેવી રીતે રાખશો ? : ડો. જયેશ સનારિયાએ આપ્યા મહત્વના સૂચનો

- text


મોરબી : હોળીનો તહેવાર પૈરાણિક કાળથી ઉજવાતો આવ્યો છે. તેનો હેતુ ખુશી મનાવવાનો છે. હર્ષની લ્હાણી કરવાનો છે.પરંતુ આજે હોળીનો તહેવાર આપણી તકલીફ વધારનારો બની ગયો છે. પહેલાંના સમયમાં હોળીની ઉજવણી કુદરતી રંગોથીથતી તેમાં કેશુડા, હળદર, ગળી, મહેંદી, ગુલાલ, અબીલ વગેરે રંગો હતા પરંતુ આજે ચાઇનીઝ અને સિન્થેટિક રંગો આવી ગયા છે.જે પર્યાવરણને હાનિ પહોંચાડે છે. પાકા રંગો કપડાંને નકામા બનાવી દે છે. સૌથી મોટી સમસ્યા તો એ છે કે આ રંગો ચામડીનાઅનેક પ્રકારના રોગો ઊભા કરે છે.

હોળી એ એક એવો તહેવાર છે કે તમારી નામરજી હોય તો પણ તમારે તેની ઉજવણી કરવી પડતી હોય છે. મિત્રો આગ્રહપૂર્વક લઈ જાય કે બળપૂર્વક કે અજાણતા કોઈ રંગી દે ત્યારે કુદરતી કે કૃત્રિમ રંગોના ભેદ પાડી શકાતા નથી. આવા સમયે માથે પડયું સહનકરવાનું રહ્યું. આવા સંજોગોમાં તમારા ઉપર કૃત્રિમ રંગોનો છંટકાવ થવાનો છે એવી તૈયારી સાથે જબહાર નીકળવું. ત્યારે ચામડી, વાળ, આંખો તથા નખને નુકસાન ન થાય એના માટે સાવચેતી રાખવી જરૂરી છે. કોપર સલ્ફેટ, આયોડીન, લેડ ઓકસાઇડ, મરક્યુરી સલ્ફટ વગેરે જેવા બજારમાં મળતા સિંથેટીક રંગોમાં મેટલ તેમજ કાચનો ઉપયોગકરવામાં આવે છે જે ખૂબ જ હાનિકારક છે. તેને કારણે ચામડીમાં બળતરા થાય છે. એલજી, ખંજવાળ, લાલ ચકામાં થવા,આંખોમાં બળતરા થવી, આંખો લાલ થઈ જવી, આંખોમાંથી પાણી પડવું, વાળ બરછટ અને સુકા થઈ જવા જેવી તકલીફ થાય છે. જે લોકો ખીલ, ખરજવું, સોરાયસિસ, ખોડો જેવા ચામડીના રોગોથી પીડાતા હોય છે. તેમના રોગમાં આ સિન્થેટિક રંગોથી વધારો થાય છે.

ધુળેટીના પર્વે ચામડીની કેવી રીતે કાળજી રાખવી તે માટે મોરબીની સ્પર્શ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિકના ડો. જયેશ એ. સનારીયાએ કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે. જે નીચે મુજબ છે.

હોળી રમ્યા પહેલાની કાળજી

- text

(૧) હોળી રમવા જતાં પહેલા ત્વચા ઉપર સનસ્કીન અને મોઇસ્યુરાઈઝર વ્યવસ્થિત અને વધારે પ્રમાણમાં લગાવો.

(૨) આંખો ઢંકાય ઍવા સનગ્લાસનો ઉપયોગ કરવો. લેન્સ પહેરતા હોય તો કાઢી નાખવા.

(૩) વાળમાં કોપરેલ તેલ અથવા એરંડીયાના તેલનું માલીસ કરવું તથા વાળ ઉપર રૂમાલ અથવા ઓઢણી બાંધીને પછી રમવા જવું.

(૪) હોઠ ઉપર લીપબામ, સનસ્ક્રીન અથવા મોઈસયુરાઈઝર લગાવવું.

(૫) નખની અંદર રંગો ભરાઈ ના જાય માટે નખ કાપેલા રાખવા તેમજ નેઇલ પેઇન્ટ લગાવવું.

(૬) જાડા સુતરાઉ કપડાં પહેરવા,

હોળી રમ્યા પછીની કાળજી

(૧) સૌ પ્રથમ ડ્રાય કલર ખંખેરીને શરીર પરથી દૂર કરવો. ત્યાર પછી પ-૧૦ મિનિટ શાવર નીચે ઉભા રહીને સ્નાન કરો,

(૨) હુંફાળા ગરમ પાણીથી નહાવું તેમજ કુદરતી સાબુનો ઉપયોગ કરવો.

(૩) વાળને શેમ્પુથી ઘોવા તેમજ કન્ડીશનર કર્યું અને તેલ લગાવવું.

(૫) રંગ દૂર કરવા સ્ક્રબનો ઉપયોગ કરવો નહિ.

(૬) કોઈપણ પ્રકારની બ્યુટી પ્રોસીઝર જેવી કે બિલચિંગ, વેકિસંગ, ઘેડીંગ, પ્લકિંગ, બિંગ તેમજ ફેસીયલ કરવું નહિ.

(૭) ઉપરોકત કાળજી લેવા છતાં ચામડીમાં બળતરા થાય, બરછટ થાય, દલાલ ચકામા થાય, તો નજીકના સ્કીન સ્પેશ્યાલીસ્ટનેબતાવીને તેમનો અભિપ્રાય લેવો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text