ગોવાના સીએમ સ્વ. મનોહર પર્રિકરે ભૂકંપ વખતે માળિયાના દેવગઢ ગામને દત્તક લીધું હતુ

- text


મોરબી : વર્ષ ૨૦૦૧મા આવેલા ભુકંપે મોરબી જિલ્લામા પણ વિનાશ સર્જ્યો હતો. ત્યારે આવા કપરા સમયમાં ગોવાના સીએમ સ્વ. મનોહર પર્રિકરે માળિયાના દેવગઢ ગામને દત્તક લઈને તેને બેઠું કરવામા મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ભરતભરમા સાદગી માટે જાણીતા એવા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. તેઓના નિધનથી સમગ્ર દેશમાં શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.સ્વ. મનોહર પર્રિકરના મોરબી જિલ્લા સાથેના સંભારણા લોકો તાજા કરીને તેઓને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહયા છે. વર્ષ ૨૦૦૧મા જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારે મોરબી જિલ્લામા પણ જાન માલનુ ભારે નુકશાન થયું હતું.

આવા કપરા સમયે સ્વ. મનોહર મનોહર પર્રિકરે પોતાની સંવેદનશીલતાનો પરચો બતાવીને માળીયા તાલુકાના દેવગઢ ગામને દત્તક લીધું હતું. આ ગામને ફરી બેઠુ કરવામાં તેઓએ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. જેથી હજુ પણ ગામના વડીલો તેમની સાથેના જુના સંસ્મરણો વાગોળે છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text