મોરબી : નાગડાવાસ નજીક બે કાર વચ્ચે અકસ્માત, બાળકનું મોત

ઓવરટેક કરવા જતી કાર બીજી કાર સાથે ધડાકાભેર અથડાઈ : બે વ્યક્તિને ઇજા

મોરબી : મોરબી માળિયા હાઇવે પર નાગડાવાસ નજીક એક કાર બીજી કારનો ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સવા વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી-માળિયા હાઈવે પર આવેલ નાગડાવાસ ગામના પાટિયા પાસે રોડનું કામ ચાલતું હોવાથી એક તરફનો રોડ બંધ હાલતમાં હોય, એક જ રોડ પર વાહનોની અવરજવર ચાલુ છે. ત્યારે બે કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. માળિયા ગામે ગેબનશાહ પીરની દરગાહ પાસે કાજીવાસમાં રહેતા ગુલામશા આમદશા ફકીર (ઉ.૪૦) ની કાર નં જીજે ૩ ડીડી ૦૦૪૦ ને કાર નં જીજે ૩૭ ટી ૩૨૧૯ ના ચાલકે ગફલતભરી રીતે ચલાવી કારને ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો.જેમાં ફરિયાદી ગુલામશા તેમજ સાહેદને ફેકચર જેવી ગંભીર ઈજાઓ થઇ હતી અને ફરીયાદીના સવા વર્ષના માસુમ પુત્ર સાહિલનું મોત નીપજ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en