મોરબીમાં જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની માંગ

- text


જાગૃત મહિલા ગ્રુપનું જિલ્લા કલેકટરને આવેદન : કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની ખાતરી આપી

મોરબી : મોરબીમાં ધુળેટીના પર્વે જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની માંગ સાથે જાગૃત મહિલા ગ્રૂપની ૫૦ જેટલી બહેનોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ત્યારે કલેકટરે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવાની ખાતરી પણ આપી હતી.

આવેદનમાં જાગૃત મહિલા ગ્રૂપે જણાવ્યું હતું કે મોરબીમાં બહાર નીકળતી બહેનો પર જાહેરમાં રંગ ઉડાડીને છેડતી કરવામાં આવે છે. વાહન પર જતા લોકો પર પણ કલર ઉડાવવામાં આવે છે. ત્યારે અકસ્માત તેમજ ઝઘડા પણ થાય છે. જેથી જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ છે. આ રજૂઆતને માન્ય રાખીને જિલ્લા કલેકટરે આ પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની ખાતરી પણ આપી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text