મોરબીમા ૧૮મીથી બોર્ડના કેન્દ્રોના સીસીટીવી ફુટેજ આધારે તપાસણી કરાશે

- text


કુલ ૧૦ કોપ્યુટરની મદદથી તપાસ પ્રક્રિયા હાથ ધરાશે

મોરબીન : મોરબીમાં આગામી તા. ૧૮થી બોર્ડના કેન્દ્રો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસણી શરૂ કરવામાં આવનાર છે. કુલ ૧૦ કોપ્યુટરની મદદથી આ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

બોર્ડના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. આ કેમેરાના ફુટેજની સીડી તંત્રને જમા કરાવવાની હોય છે. બાદમા તંત્ર દ્વારા ફુટેજના આધારે તપાસની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. મોરબીમાં આ પ્રક્રિયા આગામી તા. ૧૮મીથી શરૂ થનાર છે. આ તપાસણી માટે કલેકટર કચેરીના કલાસ વન અધિકારી, ડીઈઓ અને ડીઇપીઓ તેમજ પ્રાચાર્યની એક કમિટી બનાવવામાં આવી છે.

- text

આ અંગે શિક્ષણાધિકારી સોલંકીએ જણાવ્યું કે દરેક કેન્દ્રોણા સીસીટીવી ફુટેજની સીડી તપાસવાની કામગીરી આગામી તા. ૧૮ થી શરૂ કરવામાં આવશે. ધો. ૧૨ સાયન્સની ૧૦ એપ્રિલ, ધો. ૧૨ કોમર્સની ૧૫ એપ્રિલ અને ધો. ૧૦ની ૨૦ એપ્રિલ સુધીમાં તપાસણી પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જો આ સીડીમાં કોઈ વાંધાજનક ફૂટેજ નહિ હોય તો આગળની કચેરીને મોકલી દેવામાં આવશે. જો કોઈ વાંધાજનક ફૂટેજ મળશે તો કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text