વાંકાનેર : ભલગામ નજીક અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો

અકસ્માતની ઘટના થતાં વાહન ચાલક ફરાર : કુલ ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા ભલગામ પાસેથી પસાર થતું ટાટા 407 વાંકાનેર તરફ આવી રહ્યું હોય તે સમય દરમિયાન અક્સ્માત પામતાં અમુક દારૂની બોટલો ભૂકો થઇ ગયો હતો.

જે અંગેની પોલીસ તંત્રમાંથી મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષ ડો.કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધ્યક્ષ બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ અને પીએસઆઇ બી.ડી. પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચાવડા, રવિભાઈ લાવડીયા, રાજેશભાઈ વિશાલભાઈ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગીરીશકુમાર ટાપરિયા સહિતનાઓ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન પી.એસ.આઇ એસ.એ. ગોહિલને ખાનગી હકીકત મળેલ કે અંગ્રેજી દારૂનું મેટાડોર વાંકાનેર બાઉન્ડ્રી બાજુથી મેસરીયા તરફ જવાનું હોય સમગ્ર સ્ટાફ મેસરીયાના રસ્તે બાતમી વાળા મેટાડોરને ઝડપી પાડવા માટે નાકાબંધી કરેલ જ્યાં તેઓને સમાચાર મળેલ કે એક કિલોમીટર આગળ એક મેટાડોરનું યૂટિલિટી સાથે અકસ્માત થયેલ છે જેથી સમગ્ર સ્ટાફ અકસ્માત ગ્રસ્ત જગ્યાએ પહોંચી જોયું તો અકસ્માત પામેલ મેટાડોરમાં જુદી-જુદી બ્રાન્ડનો અંગ્રેજી દારૂ ભરેલ હોવાનું માલૂમ પડેલ અને આ એજ મેટાડોર હતું જેની બાતમી મળેલ હતી.

વાંકાનેરના ભલગામ નજીક હાઈવે રોડ પર વાંકાનેર તરફ આવતું મેટાડોર ટાટા 407 જેના નંબર GJ 02 U 8319 કિંમત રૂપિયા 200000 વાળા વાહનમાં જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની મોટી બોટલ નંગ 2354 કિંમત રૂપિયા 863630 તથા નાની બોટલ નંગ 780 જેની કિંમત રૂપિયા 78000 મળી કુલ નાની-મોટી બોટલ નંગ 3134 જેની કુલ કિંમત રૂપિયા 941630 નો વેચાણ કરવાના ઈરાદે મેટાડોરમાં હેરફેર કરી કુલ મુદ્દામાલ રૂપિયા 1141630 નો કબજે કરી, અકસ્માતમાં વાહન ચાલક નાસી ગયેલ હોય તેના વિરુદ્ધમાં તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en