મોરબીના પીપળીમાં ગ્રામજનોએ કોલગેસનો કદળો પકડી પાડ્યો

સીરામિક એકમમાંથી નીકળતો કોલગેસનો કદળો ગામના ખરાબામાં એકત્ર કરાતો હતો

મોરબી : મોરબીના પીપળી ગામે એકત્ર કરવામાં આવતો કોલગેસનો કદળો ગ્રામજનોને પકડી પાડ્યો છે. બાદમાં જીપીસીનીને જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પીપળી ગામે માથાભારે તત્વો સીરામીક એકમોમાંથી કોલગેસનો કદળો લાવીને ખરાબામા એકત્ર કરતા હતા. ત્યારે આ કોલગેસના કદળાની દુર્ગંધ આવતા ગ્રામજનોએ ચેક કરવા જતા ત્યાં રહેલા લોકો સમાન અને ટ્રેક્ટર મૂકી નાસી છૂટ્યા હતા. ગ્રામજનો ઘટના સ્થળ પરથી જીપીસીબીને જાણ કરી હતી. બાદમાં જીપીસીબીની ટીમે ઘટના સ્થળ પર પહોંચી કોલગેસના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en