મોરબી રાજકોટ ફોરલેનના ડિવાઈડરની પહોળાઈ ઘટાડવા રજુઆત

- text


અકસ્માત નિવારવા માટે આ કાર્ય જરૂરી: હસમુખ ગઢવી

મોરબી: મોરબી-રાજકોટ હાઇવેને ફોરટ્રેક બનાવવાની કામગિરી ચાલુ છે, તેમાં ડિવાઇડરની પહોળાઈ વધુ હોવાને કારણે અકસ્માતો વધે છે, આથી આ પહોળાઈ ઓછી કરવાની લેખિત માંગ સામાજિક અગ્રણીએ નાયબ મુખ્યમંત્રીને કરી છે.

વિશ્વ હિન્દૂ પરિષદ, મોરબી જિલ્લાના મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રીતે જણાવ્યું છે, કે હાલ મોરબી-રાજકોટ હાઇવેને ફોરટ્રેક બનાવવાની કામગીરી ચાલુ છે, જે અંતર્ગત નવા ડિવાઇડરો બની રહ્યા છે. તેની પહોળાઈ વધારે હોવાથી ડિવાઈડર બિનજરૂરી જગ્યા રોકે છે, આથી ઓવરટેક કરતા વાહનોમાં અકસ્માતન વધી જવાની સંભાવના છે. આવા અકસ્માતોને નિવારવા માટે આ ડિવાઇડરની પહોળાઈ ઘટાડવી જોઈએ. હાલ આ કામ ચાલી રહ્યું છે, ત્યારે સંબંધિત અધિકારીઓને તથા કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપવા માટે આ પત્ર દ્વારા અપીલ કરાઈ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text