હળવદથી મુસ્લીમ બિરાદરો ભડિયાદ પીરના ઉર્ષ માટે પગપાળા જવા રવાના

ભડીયાદ પીર ઉર્ષની ઉજવણીની સાથે રપ૦થી વધુ ભાઈઓ-બહેનો જાડાયા ઃ ડો.બાબા સાહેબ આંબેકડરની પ્રતિમાને હારારોપણ કરી હળવદથી પગપાળા સંઘનું કર્યું પ્રસ્થાન

હળવદમાં હિન્દુ-મુસ્લીમ એકતાના પ્રતીક સમાન ભડિયાદ પીર મહેમુદશાહ બુખારીના ઉર્ષનો આજથી પ્રારંથ થયો છે. જેમાં આજે પગપાળા સંઘ દ્વારા ટીકર રોડ પર ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી પ્રસ્થાન થયું હતું. જેમાં ઉર્ષની ધજાઓ સાથે રપ૦થી વધુ મુસ્લીમ ભાઈ-બહેનો પગપાળા સંઘ સાથે નીકળ્યા છે જે શનિવારે સાંજે ભડિયાદ પીર પહોંચશે અને માર્ગ પર ધુમદાદા ધુમ બુખારીનો નાદ સાંભળવા મળશે.
હળવદમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પગપાળા ભડિયાદ પીર ઉર્ષની ઉજવણીનું આયોજન કરાયું છે. હળવદ સહિત સમગ્ર રાજયભરમાંથી મોટી સંખ્યામાં લોકો ભડિયાદ પીરના ઉર્ષમાં જાડાય છે ત્યારે આજરોજ શહેર ખાતેથી પગપાળા સંઘ રવાનો થયો હતો. જેમાં શહેરના ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મુસ્લીમ ભાઈઓએ હારારોપણ કરી પ્રસ્થાન કર્યું હતું. આ પગપાળા સંઘમાં મોરબીના પ૦ મુસ્લીમ ભાઈઓ – બહેનો સહિત હળવદના ર૦૦થી વધુ લોકો આ પગપાળા સંઘમાં જાડાયા હતા. આ પગપાળા યાત્રા માટે ઠંડાપીણા, ચા-પાણી સહિત મેડીકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથો સાથ ધુમદાદા ધુમના નાદ સાથે પગપાળા સંઘ હળવદથી ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, લીંબડી અને ધંધુકા થઈ ૧પ૦ કિ.મી.ની પગપાળા યાત્રા શનિવારે ભડિયાદ પીર પહોંચશે. આ પગપાળા સંઘમાં બહોળી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો ઉપÂસ્થત રહી ઢોલ -નગારા અને બેન્ડ – બાજા સાથે રવાના થયા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en