મોરબી: નિઃશુલ્ક ગૌમૂત્ર ચિકિત્સા કૅમ્પનું રવિવારે આયોજન

- text


મોરબી: મોરબીમાં ગૌસેવક પરિવારના સૌજન્યથી શ્રીજી ગૌશાળા-રાજકોટ દ્વારા સાત લાખથી વધુ દર્દીઓની ચિકિત્સા બાદ તારીખ 17ને રવિવારે નિઃશુલ્ક ગૌમૂત્ર ચિકિત્સા કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિકિત્સા કૅમ્પમાં ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્રના ચિકિત્સકો નિદાન કરશે તથા દવા આપશે।

આજના યુગમાં અનિયમિત જીવનશૈલી તથા વિરુદ્ધ અને રાસાયણિક આહાર તથા હવા-પાણીના પ્રદુષણને કારણે લોકો નાની ઉંમરમાં જટિલ રોગોથી પીડાઈ રહ્યા છે, ત્રીસ વર્ષની વયે કેન્સર, કિડની, હ્રદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સામાન્ય બનીગયા છે અને વા, ચામડીના અનેક રોગોથી પીડાઈ રહ્યા છે. આમાં પ્રાચીન ગૌમૂત્ર ચિકિત્સા પ્રણાલી દ્વારા જટિલ રોગોમાં ચમત્કારિક પરિણામો જોવા મળ્યા છે, આથી આવી ચિકિત્સા પદ્ધતિના પ્રચાર પ્રસાર માટે રાજકોટની શ્રીજી ગૌશાળા દ્વારા કૅમ્પ યોજવામાં આવે છે, જે અંતર્ગત આગામી તારીખ 17ને રવિવારે સવારે 9 વાગ્યાથી વિશાલ હોલ, રાજા આયુ કેર પાસે, સ્વામિનારાયણ મંદિરની સામે, મહેશ હોટલની બાજુમાં, શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે. આ કૅમ્પમાં નામ નોંધાવવા માટે રાજા આયુ કેરના નરેશભાઈ રાજા(9427236248) અને મિલન રાજા(9033986514) તથા રાજેશ ક્રિએશન, ચકીયા હનુમાન સામે, રવાપર રોડના ઉદયભાઈ રાજા(9925931987)નો સંપર્ક કરવાનો અનુરોધ કરાયો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text