ટંકારા પંથકમાં ચોરીના બનાવો રોકવા પોલીસે કમર કસી : ગ્રામસભાઓ યોજાઈ

- text


પેટ્રોલિંગ વધારવાની સાથે લોકોને જાગૃત કરવા અર્થે ગ્રામસભાઓનું પણ આયોજન

ટંકારા : ટંકારા પંથકમાં ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે આ વધતા જતા ચોરીના બનાવો પર રોક લગાવવા પોલીસ કસી રહી છે. પોલીસે પેટ્રોલિંગ વધારવાની સાથે અનેક ગામોમાં ગ્રામસભાઓ યોજીને લોકોને જાગૃત બનવાની અપીલ કરી હતી. સાથે શંકાસ્પદ હિલચાલ વખતે પોલીસનો સંપર્ક કરવાનો અનુરોધ પણ કરાયો હતો.

ટંકારા પંથકમાં ચોરીના બનાવો વધ્યા હોવાથી લોકોમાં થોડા અંશે ભય જોવા મળતો હતો. ત્યારે લોકોને જાગુત કરવા અને ચોરીના પ્રયાસને નિષ્ફળ કરવા ટંકારાના ફોજદાર એમ. ડી. ચૌધરીએ કમર કસી હોય તેમ મિતાણા, હરીપર, હરબટીયાળી, ભુતકોટડા, બંગાવડી, દેવળીયા, ઓટાળા, સરાયા સહીતના ગામડા ખૂંદી ગામના આગેવાનોને સાથે રાખી ગ્રામસભાઓ યોજી હતી. આ ગ્રામસભામાં સ્થાનિકોને જાગૃત રહેવાની અપીલ સાથે કોઈ પણ સમસ્યા વખતે પોલીસનો સંપર્ક કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.

- text

ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખના પતિ અશોક સંધાણીએ જણાવ્યું હતું કે ટંકારા પોલીસે ગામડાઓમા જાગૃતતા લાવવા માટે જે પહેલ કરી છે. તે સરાહનીય છે. આ સાથે પોલીસે તેના નંબર પણ ગામ લોકોને આપ્યા છે. પોલીસે અજાણ્યા લાગતા વ્યક્તિને રોકી પુછપરછ કે આઇડી કાર્ડ જોવા તથા તપાસ કરવા સહિતના સુચનો પણ કર્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text