કાલથી બોર્ડ પરીક્ષા શરૂ : મોરબી જિલ્લામાં 26863 વિધાર્થીઓ પરીક્ષા આપશે

- text


વિધાર્થીઓ અને વાલીઓની મુંઝવણ દૂર કરવા પરીક્ષા કન્ટ્રોલરૂમ શરૂ : દરેક પરીક્ષાખંડોમાં વિધાર્થીઓના મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાશે :95 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલ 7 માર્ચથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે.જેમાં જિલ્લાના ધો.10-12ના 26863 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.જેમાંથી 95 દિવ્યાંગ વિધાર્થીઓ પરીક્ષા આપશે.આ બોર્ડની પરીક્ષા માટે 2 હજારનો સ્ટાફ કામગીરીમાં જોડાયો છે.કુલ ધો.10-12ની બોર્ડની પરીક્ષા આપવા માટે 94 બિલ્ડીંગ, 921 બ્લોકમાં સીટ નંબર સહીતની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ તંત્ર દ્વારા. ધો.10-12ની બોર્ડની પરીક્ષાલક્ષી તમામ કામગીરીની પૂર્ણ કરી દેવામાં આવી છે..જેમાં ધો.10ના 16855 ,ધો.12 સામાન્ય પ્રવાહના 7679 અને ધો.12 સાયન્સના 2329 વિધાર્થીઓ મળીને કુલ 26863 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.ધો.10ની પરીક્ષા આપવા માટે મોરબી, વાંકાનેર,વવાણીયા, ટંકારા, જેતપર, સિધાવદર ,હળવદ, ચંદ્રપુર, ચરાડવા, પીપળીયા એમ દશ કેન્દ્રો,57 બિલ્ડીંગ અને 542 બ્લોક છે.

ધો.12 સામાન્ય પ્રવાહમાં મોરબી, હળવદ,વકાનેર, ટંકારા,એમ 4 કેન્દ્રો, 25 બિલ્ડીંગ તથા 253 બ્લોક ધો.12 સાયન્સમાં મોરબી, હળવદ અને વાંકાનેર એમ ત્રણ કેન્દ્રો તથા 12 બિલ્ડીંગ અને 126 બ્લોક તેમજ ધો.10-12ના પરીક્ષા ઝોન તરીકે મોરબીની બોયઝ હાઈસ્કૂલ અને ધો.10ની પરીક્ષામાં ઝોન અધિકારી તરીકે એન.વી.રાણીપા તથા ધો.12 માં બી.એન.વિડજા રહેશે.વિધાર્થીઓ અને વાલીઓના સીટ નંબર સહિતના મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં 02822 222875 નંબરનો કન્ટ્રોલ રમ શરૂ કરાયો છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને સ્ક્વોડ માટે પાંચની મજુરી માંગી છે.જ્યારે પીપળીયા અને વવાણીયા એમ બે કેન્દ્રો સંવેદનશીલ જહેર કરાયા છે.માળીયામાં અગાઉ ચોરી થતી હોવાનું બહાર આવ્યા બાદ માળીયા કેન્દ્રને ગતવર્ષથી રદ કરીને તેની જગ્યાએ વવાણીયાને કેન્દ્ર તરીકે રખાયું છે.

- text

જ્યારે ધો.10માં 54 અને ધો.12માં 41 મળીને કુલ 95 દિવ્યાંગ છાત્રો પરીક્ષા આપશે.આ દિવ્યાંગ છાત્રો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક પરીક્ષા ખંડમાં વિધાર્થીઓ ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાશે. પરીક્ષા ખંડોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત કરાશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text