મોરબી હાર્ડવેર એસોસિયેશન દ્વારા શહીદ પરિવારો માટે રૂ.૬ લાખનું ભંડોળ એકત્રિત કરાયું

- text


મોરબી : મોરબી હાર્ડવેર એસોસિએશન એન્ડ ઓલ હાર્ડવેર હાઈટ સપ્લાયર ગ્રુપ દ્વારા તાજેતરમાં કાશ્મીરમાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારના ઋણ સ્વીકાર અર્થે ધનરાશી એકઠી કરવામાં આવી હતી. જેમાં કુલ રૂ.છ લાખની રકમ અત્યાર સુધીમાં એકઠી થઈ છે. સહાયની સરવાણી હજુ પણ અવિરત ચાલુ છે. આ રાશિ શહીદોના પરિવારજનો સુધી પહોંચાડીને નરબંકાઓએ રાષ્ટ્ર માટે આપેલી કુરબાની માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે.

- text