મોરબીના નીચી માંડલ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે નીચી માંડલ ગામે જુગારની રેડ કરી હતી અને પોલીસે નીચી માંડલ ગામે આવેલ બાપા સીતારામ મઢુંલીની પાછળ જુગાર રમતા લક્ષમણભાઈ વિનોદભાઈ પીપળીયા, દીપકભાઈ શંકરભાઇ સુરેલા, પ્રફુલભાઈ ઉફે લાલો ચંદુભાઈ માકાસણા અને ઓધવજીભાઈ રામજીભાઈ ચીખલીયાને રૂ.14290ની રોકડ રકમ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.