મોરબીમાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં શહીદોને રૂ.૧.૦૧ લાખનું અનુદાન અપાયું

- text


કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપી ફાળો એકત્ર કરાયો :૨૭ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

હળવદ :મોરબી ખાતે આવેલ પરશુરામપોટરી સામાકાંઠે મોરબી સમસ્ત ભરવાડ સમાજ શ્રી કોઠાવાળા મચ્છુ યુવાસંગઠન સમૂહલગ્ન સમિતિ મોરબી દ્વારા તૃતીય સમૂહલગ્ન યોજાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં સમૂહ લગ્ન સમિતિએ શહીદોના પરિવારને મદદરૂપ થવા રૂ.1.01 લાખનું અનુદાન આપ્યું હતું તેમજ નવદંપતિઓ અને મહેમાનો તેમજ ઉપસ્થિત તમામ સમાજના લોકોએ બે મોનિટ મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.જ્યારે આ સમૂહલગ્નમાં સમાજની ૨૭ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

મોરબીમાં આજે ભરવાડ સમાજના તુતીય સમૂહ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરવાડ સમાજના ધર્મગુરુ ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજ્ય ઘનશ્યામ પુરીજી મહારાજ, દ્વારકા શીવપુરી ધામથી મુન્નાબાપુ, મોરબી મચ્છુ માતાજીની જગ્યાના ગાંડુ ભગત સહિતના સંતો મહંતો તેમજ માત્રાભાઈ મુધવા, નવખણભાઈ જાપડ, રાજુભાઇ ચાવડીયા, નાથાભાઈ ટોળીયા,ગીરીશભાઈ સરૈયા સહિતના ભરવાડ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમુહલગ્ન સમિતિના રૈયાભાઈ મુધવા,મોતીભાઈ મુધવા, સંજયભાઈ રાતડીયા, ધારાભાઈ વકાતર, નાજાભાઈ ગોલતર, ખોખાભાઈ ટોટા, જયેશભાઇ ગોલતર, નવઘણભાઈ રાતડીયા, ભોજાભાઈ મુંધવા સહિતના આયોજકોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

જોકે સમૂહ લગ્નની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધાંજલિ આપવામાં આવી હતી.જેમાં નવદંપતિઓ તેમજ મહેમાનો સહિત ઉપસ્થિત રહેલા સમાજના તમામ લોકોએ શહીદોને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી આપી હતી.તેમજ મોરબી સમસ્ત ભરવાડ સમાજ શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે રૂ.1.01 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. સાથે જ સમૂહ લગ્નોત્સવ માં ફાળો આપનાર દાતાશ્રીઓનુ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સન્માન કરવામા આવ્યું હતું. જ્યારે આ સમૂહલગ્નમાં 27 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. અને સમૂહ લગ્ન ને સફળ બનાવવા શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા ભારે જહેમત ઉઠવાઈ હતી.

- text