મોરબી : યુ.એન.આર્ટ્સ કોલેજમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો

મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં દૈનિક “દિવ્ય ભાસ્કર” દ્વારા વ્યક્તિત્વ વિકાસ અંગેનો વર્કશોપ પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સોસાયટીના દેવાંગભાઈ દોશી, ચેતનભાઈ દફતરી, જાનમભાઇ મહેતા, કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. ગરમોરા ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં દિપપ્રાગટય દેવાંગભાઈ દોશી દ્વારા અને અતિથીઓનું સ્વાગત પ્રિન્સિપાલ ડો. કંઝારિયા દ્વારા કરાયું હતું.

સતત ત્રણ કલાક ચાલેલા આ કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કરના પ્રોગ્રામ ઓફિસર સચીનભાઈ ત્રામ્બડીયાએ વક્તવ્ય અને ઇન્ટરવ્યૂ માટે કેવી પર્સનાલિટી હોવી જોઈએ તે અંગેનું ઝીણવટભર્યું માર્ગદર્શન સ્લાઈડ શો દ્વારા આપવામાં આવ્યું હતું. વર્કશોપમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લેવામાં આવી હતી. સર્વે વિદ્યાર્થીઓને દિવ્ય ભાસ્કર દ્વારા સિર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. છેલ્લે સ્થાનિક અધ્યાપક મંડળના પ્રમુખ પ્રા. દંગીએ અતિથિઓનો આભાર પ્રગટ કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રા. જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.