વાંકાનેરમાં પોલીસ મથકે તેમજ શૈક્ષણિક સંસ્થાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

- text


જમ્મુ કાશ્મીરના અવંતિપુરામાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર કરેલા ભયાનક આત્મઘાતી કાર-બોમ્બ વિસ્ફોટ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના ૪૪ જવાન શહીદ થયા છે. આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકો ભરેલી કારને સીઆરપીએફ બસ સાથે અથડાવી મારી હતી જેને કારણે વિસ્ફોટ થયો હતો એના વિરોધ માં દેશ આખામાં ઠેર ઠેર પ્રદર્શન થઇ રહ્યા છે અને પ્રજા આક્રોશ બતાવી રહી છે .

વાંકાનેરમાં પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં માર્કેટ ચોકમાં પ્રજાજનોએ ભારત માતાના ફોટો પાસે મીણબત્તી જલાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી, બાપુના બાવલા પાસે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા શહીદ થયેલ જવાનો માટે બે મિનિટ મૌન રાખી શ્રધાંજલિ અર્પણ કરી, વાંકાનેર વિવેકાનંદ શાયમ શાખાના સ્વયંસેવકો દ્વારા શહીદોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ભારત સરકાર દ્વારા આનો જડબાતોડ જવાબ આપે એવો રોષ વ્યક્ત કર્યો તેમજ ઘાયલ જવાન જલદી સારા થઈ જાય એવી માં ભારતી ને પ્રાર્થના કરી હતી, ઓમકારેશ્વર સેવા સમિતિ અને

રાષ્ટ્રભક્ત ફાઉન્ડેશન અને બાપુની હવેલી ગ્રુપ અને બધાજ સમાજના દેશ પ્રેમી લોકો દેશ ની માતા અને બહેનો પણ હાજરી આપી હતી જેમાં દેશનાં સીમાડે આપડી રક્ષા કરતા વીર જવાનો જે શહીદ થયા છે તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી મહાદેવ ભોળાનાથ ને પ્રાર્થના કરી મીણબત્તી પ્રગટાવી 5 મિનીટ મૌન ધારણ કરી અને ઘાયલ જવાનો જલદી સારા થઈ તેવી પ્રાર્થના કરી હતી અને સાથે સાથે ભારત માતાની જય અને જય જવાન નાં નારા લગાવેલ હતાં.

- text

વાંકાનેર ના પુલદારવાજ ચોક માં ભારત માતા ના ફોટો રાખી અને મીણબત્તી સળગાવી ને શહીદો ને શ્રદ્ધાંજલિ આપી હતી અને “ભારત માતાકી જય” ,”શહીદો અમર રહો” ના નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યાર બાદ તમામ પ્રજાજનોએ શહીદો ને ૨ મિનિટ મૌન રહી અને શ્રદ્ધાંજલિ આપી હતી.

વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે મૌનરેલી યોજાઈ જેમાં માધ્યમિક કુમાર અને કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વાંકાનેરની બજારોમાં મૌનરેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. આમ વાંકાનેરમાં શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને પ્રજાએ પોતપોતા ની રીતે રોષ પણ દર્શાવ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text