ક્યા બાત હૈં મોરબી : નવા રેસ્ટોરન્ટનું ઓપનિંગ સાદાઈથી અને સાથે પ્રથમ 5 દિવસનો વકરો શહીદ ફંડમાં અપાશે

- text


આંતકી હુમલાને પગલે યંગ ઇન્ડિયા ગ્રુપ પ્રેરિત ડીઆર કોર્પોરેશન સંચાલિત સ્વાદ – દેશ રેસ્ટોરન્ટનું ધમાકેદાર ઓપનિંગ કરવાને બદલે સરકારી શાળાના બાળકોને જમાડી સાદાઈથી ઓપનિંગ કરી શહીદોના પરિવાર માટે અનુકરણીય પગલું ભરાયું

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આજથી અનોખા સ્વાદ દેશ રેસ્ટોરન્ટનો શુભારંભ થયો છે, જો કે નામ તેવા જ ગુણો ધરાવતા અને યંગઇન્ડિયા ગ્રુપ પ્રેરિત શરૂ થયેલા આ સ્વાદ દેશ રેસ્ટોરન્ટના સંચાલકોએ આંતકી હુમલાની દુઃખદ ઘટનાને કારણે કોઈપણ જાતના ભપકા વગર પછાત વિસ્તારની સરકારી શાળાના બાળકોને જમાડી સાદાઈથી રેસ્ટોરન્ટનો શુભારંભ કરી રેસ્ટોરન્ટ પ્રારંભના પાંચ દિવસ એટલે કે તારીખ 20 સુધી તમામ જમવાના બીલની રકમ શહીદ પરિવાર કલ્યાણનિધિમાં ફાળવવા નિર્ણય કરી દેશભક્તિની મિશાલ રજૂ કરી છે.

મોરબીના રવાપર રોડ ઉપર ઓમ શોપિંગ સેન્ટરમાં આજથી મોરબીની સ્વાદ પ્રિય જનતા માટે સ્વાદ દેશ રેસ્ટોરન્ટનો શુભારંભ કરાયો છે, અહીં પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ અને ફાસ્ટ ફૂડ પીત્ઝા – બર્ગર, કોલડ્રિન્કસ સહિતની લોટઓફ વેરાયટી સ્વાદ શોખીનો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, યંગ ઇન્ડિયા ગ્રુપ પ્રેરિત ડી.આર.કોર્પોરેશન સંચાલિત સ્વાદ દેશ રેસ્ટોરન્ટનો ધમાકેદાર પ્રારંભ કરવા સંચાલકો દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવો હતી પરંતુ જમ્મુ – કાશ્મીરના પુલવામા સીઆરપીએફ કાફલા ઉપર થયેલા આંતકી હુમલામાં જવાનો શહીદ થતા દેશભક્તિને વરેલા ડીઆર ગ્રુપ દ્વારા સાદાઈપૂર્વક રેસ્ટોરન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબીના પછાત વિસ્તારની સરકારી શાળાના બાળકોને જમાડવામાં આવ્યા હતા.

વધુમાં ડીઆર કોર્પોરેશનના સંચાલકોએ ઉમેર્યું હતું કે સાદગાઈ પૂર્વક પ્રારંભની સાથે આગમી 20 તારીખ સુધી અમારા રેસ્ટોરન્ટમાં જે પણ લોકો જમવા, નાસ્તો કરવા આવશે તે બીલની તમામ રકમ શહિદ જવાનોના પરિવાર કલ્યાણ નિધિમાં અર્પણ કરવામાં આવશે. દેશની રક્ષા માટે ફરજ બજાવતા શહીદ સૈનિકોના પરિવારજનો માટે અમારા તરફથી આ નાનકડી હૂંફ આપવાનો પ્રયાસ છે.

આમ, દેશભક્તિના રંગે રંગાયેલા યંગઇન્ડિયા ગ્રુપ પ્રેરિત ડી.આર.કોર્પોરેશન સંચાલિત સ્વાદ દેશ રેસ્ટોરન્ટે મોરબીમાં શુભારંભ સાથે જ નામ એવા ગુણ કહેવતને ચરિતાર્થ કરી બતાવી છે.

આમ જો 20 તારીખ સુધીમાં આપ પરિવાર સાથે બહાર હોટલમાં જમવા જવાનો પ્લાન બનાવતા હોય અને આ રેસ્ટોરન્ટમાં જમસો તો આપના જમવાના બીલની તમામ રકમ શહીદ પરિવાર સુધી પોહચશે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text