મોરબીના સિરામિકના ટ્રેડરો CGSTની ઝપટે : પાંચ ટ્રકો ઝડપ્યા

- text


મોરબી ડીવીઝન તથા રેન્જ દ્વારા પણ પેટ્રોલીંગ

મોરબી : મોરબીના સિરામિક ટાઈલ્સના ટ્રેડરો પર સીજીએસટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ટ્રેડરો દ્વારા બીલ વગર ખરીદ કરવામાં આવેલ સિરામિકમ ટાઈલ્સના પાંચ ટ્રકો સીજીએસટી પ્રિવેન્ટીવની ટીમે ઝડપી માત્ર ટ્રેડરો પુરતી કાર્યવાહી સીમીત રાખી તેમની પાસેથી દંડ અને ડયુટી વસુલાતની કાર્યવાહી હાથ ધરી છે.

આમ તો છેલ્લા કેટલાક સમયથી પ્રિવેન્ટીવ દ્વારા નાના છમકલા ( ચોરી ) ઝડપવાના કરવામાં આવતા હોય છે અને નાની ચોરીના કેસો કરી ‘વહીવટી’ કામગીરી પુર્ણ કરવામાં આવે છે ત્યારે આવી જ રીતે બુધવારે પ્રિવેન્ટીવના સ્ટાફ દ્વારા સિરામિક ટાઈલ્સના એકીસાથે પાંચ ટ્રકો ઝડપી લઈ તેને ખરીદ કરવાવાળા ટ્રેડરો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

- text

હકીકતમાં મેન્યુફેકચર સુધી તપાસ કરવી જોઈએ પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ટ્રેડરોને ‘સંકજા’ માં લઈ ‘વહીવટી’ કાર્યવાહી પુર્ણ કરી લેવામાં આવે છે.બીજી તરફ મોરબી ડીવીઝન અને મોરબીમાં બેસતી રેન્જ ઓફિસ દ્વારા પણ સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. અને ખુદ આસી.કમિશનર ફુલ ડ્રેસમાં જીએસટી ચોરોને ઝડપી લેવા મેદાનમાં ઉતર્યા હોય તેમ તેઓ પોતે પેટ્રોલીંગમાં જઈ રહ્યા છે અને તેઓ દ્વારા ટ્રકો પકડી મોરબી સ્થાનિક કચેરીએ લઈ જઈ આગળની ‘વહીવટી’ પ્રક્રિયા તેમના દ્વારા પુરી કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ ડીજીસીઈઆઈ પણ ગુપ્ત રીતે એકટીવ થઈ ગયેલ છે તેઓ દ્વારા રીયલમાં મોટી ચોરીના કેસો કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text