મોરબીની ચાર પેપેરમિલમાં ૫૦ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોની ચકાસણી

- text


આઇટી વિભાગની તપાસમાં કરોડોના બોગસ બિલીંગ કૌભાંડનો પર્દાફાશ : સોહમ અને ધુવ પેપર મીલમાં ત્રીજા દિવસે રાત્રીના કાર્યવાહી પૂર્ણ : ફોરેન્સિક ટીમનો સહારો લેવામાં આવશે

મોરબી : મોરબીની ચાર પેપર મીલ પર રાજકોટ પ્રિ .કમિશનર – ૩ ગોપીનાથના માર્ગદર્શન હેઠળ મોરબીની રેન્જના સ્ટાફ દ્વારા ચાર પેપર મીલ પર મંગળવારે સવારથી સર્વેની સર્ચ ટાઈપ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજે ગુરૂવારે પણ ચાલુ છે. જેમાં ચારમાંથી એક પેપર મીલ પર કાર્યવાહી પુર્ણ કરવામાં આવી છે જયારે બાકીની ત્રણ મીલોમાં કાર્યવાહી ચાલુ છે જે ગુરૂવાર રાત્રીના પૂર્ણ કરવામાં આવી છે. સર્વેની કાર્યવાહી દરમિયાન થોકબંધ બોગસ ખરીદીના ડેટા આવકવેરાના હાથમાં આવ્યા છે. મોરબીની સોહમ, રાધેશ્યામ અને ધ્રુવ પેપર મીલના બે યુનિટ મળી કુલ ચાર પેપર મીલો પર સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ કાર્યવાહી દરમિયાન આવકવેરાના સ્ટાફને કરોડો રૂપિયાની બોગસ ખરીદીના ડેટા હાથમાં આવ્યા છે અને કોમ્યુટરમાંથી પણ ઢગલાબંધ બેકઅપ લેવામાં આવ્યો છે જે બોગસ ખરીદીને લગતો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. આ ફોરેન્સિક લેબની ટીમને પણ બોલાવવામાં આવી છે અને તેમની મદદ લેવામાં આવી છે. રાધેશ્યામ પેપર મીલમાં કાર્યવાહી પુર્ણ કરી દેવામાં આવી છે જયારે સોહમ અને ધૃવના બે ચુનિટો પર કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. ચારેય પેપર મીલના માલિકો દ્વારા ટેક્ષ બચાવવા માટે થઈને બોગસ ખરીદીનો મોટાપાયે સહારો લીધો હોવાનું અને બુકસ ઓફ એકાઉન્ટમાં ખર્ચ દેખાડીને ટેક્ષની ચોરી કરવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મોટાભાગના ખોટા બીલો કોલસો અને વેસ્ટ પેપર ખરીદ કરવા માટે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ચારેય પેપર મીલોમાં સ્ટોક ડીફરન્સ પણ મોટીમાત્રામાં મળ્યો છે.

- text

સુત્રોના જણાવ્યા મુજબ અંદાજે રૂ.૫૦ કરોડ ઉપરાંતની કરચોરી હાથમાં આવવાની શકયતા છે . જોકે તેમાં વધારો થવાની પણ શકયતા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text