મોરબી મુસ્લિમ સમાજ આતંકી હુમલાના વિરોધમાં આવેદન આપશે

- text


આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી કલેકટરને આવેદન આપી પાક.ને પાઠ ભણાવવાની માંગ કરાશે

મોરબી : કાશ્મીરના પુલાવામાં લશ્કરી જવાનો પર થયેલા દેશના સૌથી મોટા આતંકી હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. ત્યારે મોરબીના મુસ્લિમ સમાજ આજે બપોરના સમયે આ આંતકી હુમલાના વિરોધમાં કલેકટરને આવેદન આપશે અને આંતકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી પાક.સામે જડબાતોડ કડક કાર્યવાહી કરવાની માંગ કરશે

કાશ્મીરમાં થયેલા લશ્કરી જવાનો પરના આંતકી હુમલાથી સમગ્ર દેશમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને મોરબીમાં સમગ્ર શહેરીજનો શહીદ જવાનોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી ભારત સરકાર સમક્ષ હવે યુદ્ધ જ એક કલ્યાણની નીતિ અપનાવીને પાકિસ્તાનને શબક શીખવાડવાની માંગ કરી રહ્યા છે. ત્યારે મોરબીના મુસ્લિમ સમજે આ આતંકી હુમુલાના વિરોધમાં આજે બપોરના 3 વાગ્યાની આસપાસ કલેક્ટને આવેદન પાઠવશે અને આંતકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી ભારત સરકાર સમક્ષ પાકિસ્તાન સામે જડબાતોડ જવાબી કડક કાર્યવાહી કરવાની માંગ કરશે તેવું મોરબી મુસ્લિમ સમાજના ધર્મગુરુ રસિદમિયા બાપુની યાદીમાં જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text