વાંકાનેરના આરોગ્યનગરમાં જંગલી ઝરખનો વૃદ્ધ પર હુમલો

વાંકાનેર : વાંકાનેરની આજુબાજુ જંગલી વિસ્તાર હોય અવારનવાર જંગલી પ્રાણીઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારે મહાકાળી માતાજીની ટેકરી વિસ્તારમાંથી એક જંગલી ઝરખ આરોગ્યનગર વિસ્તારમાં જોવા મળેલ અને એક વૃદ્ધ પર હુમલો કરેલ તાત્કાલિક આ વૃધ્ધને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ આ વૃદ્ધ નું નામ દેગામા ટપુભાઈ અમરશીભાઈ ઉમર વર્ષ ૫૫ હોવાનું જાણવા મળેલ છે

આ બનાવ બનતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયેલ અને ઝરખ ને માર મારતાં તે મરી ગયેલ છે. જે બાબતની જાણ વન વિભાગને કરતાં રામપરા સેન્ચ્યુરી ખાતેથી ફોરેસ્ટ ગાર્ડ વાંકાનેર આવવા નીકળી ગયેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en