વાંકાનેર : વકીલ એસોસિએશને વિવિધ પ્રશ્ને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

વાંકાનેર: વાંકાનેર વકીલ એશોશિએશન દ્વારા પોતાની વિવિધ માંગણીઓના અનુસંધાને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મોરબી જિલ્લામાં વકીલો દ્વારા પોતાની માંગણીઓ સંતોષવા માટે જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં વાંકાનેર વકીલ એશોશિએશન દ્વારા કોર્ટમાં દરેક વ્યવસ્થા જેવી કે શૌચાલય તેમજ મહિલા વકીલો માટે પણ અલાયદી વ્યવસ્થા કારવાની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે વકીલો અને પક્ષકારોના હિતમાટે ૫૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવે છે આમ છતાં કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી. આ ઉપરાંત વકીલો અને તેના કુટુંબીજનો માટે વીમા યોજના લાગુ કરવાની સાથે નવા દાખલ થયેલા વકીલ મિત્રો માટે સ્ટાઇફંડ પેટે દર મહિને ૧૦૦૦૦ રૂપિયા ચૂકવવા, અકસ્માતે અવસાન થતા વકીલોના પરિવારજનોને આર્થિક મદદ કરવા, વકીલના પરિવારજનોને રહેઠાણ માટે સસ્તી જમીનો ફાળવવા અને લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા અવાર નવાર થતા હુકમોમાં સ્પષ્ટતા પૂર્વક સુધારા કરવા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ તકે વાંકાનેર બાર એસોશિએશનના પ્રમુખ સુનિલભાઈ મહેતાની આગેવાનીમાં નાના મોટા તમામ હોદેદારો અને મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en