હળવદમાં ડોકટર યુગલના ઘડિયા લગ્ન યોજાયા

ડોક્ટરોએ જોડાયને પાટીદાર સમાજના ઘડિયા લગ્નની પરંપરાને વેગ આપ્યો

હળવદ : પાટીદાર સમાજમાં છેલ્લા ઘણા સમયથી લગ્નના ખોટા ખર્ચાઓ ટાળવા શરૂ થયેલી ઘડિયા લગ્નની કાંતિકારી પરંપરા વણથંભી રહી છે.જેમાં હળવદમાં ડોકટર યુગલ પણ ઘડિયા લગ્નમાં જોડાઈને પાટીદાર સમાજના એજ્યુકેશન ધરાવતા યુવક યુવતીઓને પણ ઘડિયા લગ્નમાં જોડાવા માટે પ્રેરણાબળ પૃરું પાડ્યું છે.

હળવદના મેરૂપર ગામે રહેતા ડો.દિવ્યેશ હસમુખભાઈ વડગાસીયાના લગ્ન ટંકારાના નેસડા સુરજી ગામે રહેતા ડો. વિશ્રાન્તિ કાન્તિભાઈ રાજકોટિયા સાથે નક્કી કરવામાં આવ્યા હતા.જોકે આ લગ્ન ઠાઠમાઠથી યોજવાને બદલે પાટીદાર સમાજમાં હમણાંથી ચાલી રહેલા ઘડિયા લગ્નની સામાજિક પરંપરા અનુસાર જ કોઈ ભપકા વગર સાદાયથી ડોકટર યુગલના લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ રીતે હળવદમાં આ ડોકટર યુગલના ઘડિયા લગ્ન યોજાયા હતા.આ પ્રસંગે પાટીદાર ભામાંશા ગોવિદભાઈ વરમોરા, ઉમિયા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ શિવલાલ ઓગણજા, ઉમિયા માનવ સેવા સમાજના પ્રમુખ પોપટભાઈ કગથરા, સીરામીક એસો.ના પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના સમાજના મહાનુભવોએ હાજર રહીને ડોકટર નવદંપતિને મંગળદાયી દામ્પત્ય જીવનના શુભાષીશ પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે. ઉમિયા સમૂહલગ્ન સમિતિ અને પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓના ક્રાંતિકારી પ્રયાસોથી પાટીદાર સમાજમાં ખોટા ખર્ચાઓ ટાળવા અવિરતપણે ઘડિયા લગ્નો યોજાઈ રહ્યા છે.ત્યારે શિક્ષિત ડોકટર યુગલ પણ આ ઘડિયાલગ્નમાં જોડાઈને સમાજને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.એવું નથી કે ફક્ત સમાજના નાનો વર્ગ જ આ ઘડિયાલગ્નમાં જોડાય, જો સમાનમાં કુરિવાજોને તિલાંજલી આપવી હોય તો ઉચ્ચ એજ્યુકેશન ધરાવતો વર્ગ પણ આ ઘડિયાલગ્નમાં જોડાઈને સમાજને નવો રાહ આપી શકે છે.તેવો મેસેજ આ ડોકટર યુગલે આપ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en