મોરબીમાં ખાડામાં પડેલી ગાયને બચાવી લેવાઈ

યદુનંદન ગોશાળાના કાર્યકરોએ આશરે 7 ફૂડ ઉડે પડેલી ગાયને હેમખેમ બહાર કાઢી

મોરબી : મોરબીના ભવાની ચોક વિસ્તારમાં બહુમાળી ઇમારત માટે ખોદેલા ખાડામાં આજે એક ગાય પડી ગઈ હતી.આથી યદુનદન ગોશાળાના કાર્યકરોએ દોડી જઈને મહામહનેતે આશરે 7 ફૂટ ઉડે પડેલી ગાયને હેમખેમ બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરવાસપાસે આવેલા ભવાની ચોકમાં બહુમાળી ઇમારતો બનાવવા માટે ઉડા ખાડા ખોદવામાં આવ્યા છે.આ ખાડાઓ અબોલ પશુઓ માટે જોખમી સાબિત થતા હોય તેમ આજે એક ગાય આ ખાડાની અંદર પડી ગઈ હતી. જેથી આ જાગૃત નાગરિક દર્પણ દવેએ આ બનાવની યદુનદન ગૌશાળાને જાણ કરી હતી.આ બનાવની જાણ થતાં જ યદુનદન ગૌશાળાના કાર્યકરો ઘટના સ્થળે દોડી જઈને આશરે 7 ફૂટ ઉડે ખાડામાં પડેલું ગાયને મહામહનેતે હેમખેમ બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો.