વાંકાનેરમાં વાહન અકસ્માતમાં કચડાતા અજાણ્યા પરૂષનું મોત

વાંકાનેર : વાંકાનેરના જિનપરા જકાતનાકાથી આગળ હરસિદ્ધિ હોટલની પાસે નેશનલ હાઇવે પર તા.8ના રોજ વાહન અકસ્માતમાં કચડાઈ જતા અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું હતું.જાગૃત નાગરિક જાકિરભાઈ મહમદભાઈ રાઠોડે આ બનાવની જાણ કરતા વાંકાનેર પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને અજાણ્યા પૂરુષના મૃતદેહનો કબ્જો મેળવી તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આ બનાવની નોધ કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.