ટંકારાની સગીરાને ભગાડી જનાર ગુડુને ઝડપી લેતી એસઓજી

મોરબી : ટંકારાની સગીરાનું અપહરણ કરી નાસી ગયેલા ગુડુ આદિવાસી નામના શખ્સને ઝડપી લેવામાં એસઓજીએ સફળતા મેળવી છે.

મોરબી જિલ્લામાં સગીર બાળકોના અપહરણના ગુન્હામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ
પકડી પાડવા સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરાતા એસઓજી ટીમે ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ સગીરા અપહરણ કેસમાં ભાગેડુ આરોપી ગુડુ ઠાકુરસિંહ મોહનીયા, ઉ.વ.રપ ધંધો ડ્રાઇવિંગ મુળ રહે. માતાફળીયા, અરડી, જી.અલીરાજપુર (એમપી) હાલ રહે. લુટાવદર સીમ વાળાને ભોગબનનાર સાથે ઝડપી લઈ ટંકારા પોલીસ હવાલે કર્યો હતો.

પોલીસની આ કામગીરી મોરબી એસ.ઓ.જી. પીઆઇ જે.એમ આલના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ, પો.કોન્સ નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા, મહિલા પો.કોન્સ. પ્રિયંકાબેન પૈજા સહિતનાઓએ કરી હતી.