માળીયા: ફૂડ સિક્યુરિટી અંગે 359 પડતર અરજીઓનો નિકાલ

માળિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં નેશનલ ફૂડ સેક્યુરીટી એક્ટ હેઠળ વર્ષ 2016ની અરજીઓ પડતર હતી, જેનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 359 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

નેશનલ ફૂડ સેક્યુરીટી અંતર્ગત ગરીબ પરિવારોને મળતા રાશન સહીત અન્ય સુવિધાઓથી વંચિત અરજદારો દ્વારા 2016 થી 2019 સુધીમાં કુલ 359 અરજીઓ થઇ હતી, જેમાં શહેરી વિસ્તારની 106 અને ગ્રામ્ય વિસ્તારની 253 અરજીઓ પડતર હોવાથી તેના નિકાલ માટે ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, મામલતદાર હસમુખ મારવાણીયા અને અન્ય અધિકારીઓ દ્વારા સાર્થક પ્રયાસો કરવામાં આવ્યા છે જેના પગલે ત્રણ વર્ષથી વધુ સમયની પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે તથા હવે આવનારા સમયમાં થનારી અરજીઓનો પણ નિકાલ થઇ શકે તે માટે અધીકારીઓએ કટિબદ્ધતા દાખવી છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en