મોરબી કાલિકા પ્લોટ જૂથ અથડામણ માં સામ સામી ફરિયાદ

- text


વાહન ફુલસ્પીડે ચલાવવા બાબતે મામલો બીચકાયો હતો :
બન્નેજૂથે એકબીજા પર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં વાહન ફૂલ સ્પીડે ચલાવવા અને પાર્ક કરવા મુદ્દે મામલો બીચકતા બે જુથ આમને સામને આવી ગયા હતા.બને જૂથે અગાશી પરથી સામસામા પથ્થરો અને સોડાબોટલોના છુટા ધા કરી ઓફિસમાં તોડફોડ કરી હતી એટલું જ નહીં બન્ને જૂથે એકબીજા પર સશસ્ત્ર હુમલો કર્યો હતો આ બનાવને પગલે પોલીસે દોડી જઈને મામલો થાળે પાડી બને જૂથની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી .

મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર 5માં આજે વાહન ફૂલ સ્પીડે ચલાવવા અને વાહન પાર્ક કરવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બીચકાયો હતો અને જોતજોતાં બને જૂથના સભ્યો આમને સામને આવીને એકબીજા પર સોડાબોટલના છુટા ધા કર્યા હતા તેમજ અગાશી પરથી સામસામો પથ્થરમારો કર્યો હતો.અને ઓફિસમાં તોડફોડ કતીને એકબીજા પર હુમલો કર્યો હતો. જેના પગલે વાતાવરણ તંગ થઈ જતા પોલીસે દોડી જઈને મામલો કાબુમાં લીધો હતો

બાદમાં આ બનાવ અંગે એકજુથના કાદરભાઈ કાસમભાઈ જીદાણીએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે આજે સવારે સાડા અગિયાર વાગ્યે ફૂલસ્પીડે વાહન ચલાવવા બાબતે બોલાચાલી કરી આરોપી દાઉદ પલેજા, અકબર, રહીમ આદમ, દાઉદનો મામો રમઝાન, આદમભાઈ દાઢીએ ફરિયાદી તથા તેની સાથે રહેલા વ્યક્તિઓ પર સોડાબોટલોના ધા કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામાપક્ષે રહીમ આદમભાઈ સુમરાએ ફરિયાદ નોંધાવી હતી કે,આજ બાબતે ઝઘડો થયા બાદ આરોપીઓ કાદર કુરેશી, નજર મહમદએ ફરિયાદી અને તેની સાથે રહેલા વ્યક્તિઓ પર સોડાબોટલના ધા ફેંકી દાઉદની ઓફિસમાં તોડફોડ કરી ધારીયા તથા લોખડના પાઇપથી હુમલો કર્યો હતો.એ ડિવિઝન પોલિસ બંનેની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text