વાંકાનેરના પંચાસિયાના તેજસ્વી યુવાને જીપીએસસી પાસ કરી

- text


 

ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ સર્વિસમાં આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે નિમણુંક

વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામના તેજસ્વી યુવાને જીપીએસસીની પરીક્ષા પાસ કરતા ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ સર્વિસમાં આસિસ્ટન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

વાંકાનેરના પંચાસિયા ગામના વતની મક્સુદએહમદ અબ્દુલરહીમ ખોરજીયાની Assistant Director, Industrial Safety and Health Service ની પોસ્ટ માટે GPSC પાસ કરેલ છે. તેમણે પ્રાથમિક અભ્યાસ રાજકોટ માં કર્યા બાદ ગાંધીનગર ખાતે કડી કેમ્પસ માં આવેલી શ્રીમતી આર.સી.પટેલ સ્કૂલ માં ધો. 8 થી 12 સુધી અભ્યાસ કરી SSC માં 72% અને HSC (Science) માં 72% મેળવેલ. ત્યાર બાદ તેમણે ગાંધીનગર ખાતે આવેલી એલ.ડી.આર.પી. કોલેજ માથી B.E.Mechanical Engineering ની ડિગ્રી 72% માર્કસ સાથે મેળવી હતી.

- text

વધુમાં 2010 માં તેમણે કારકિર્દી ની શરૂઆત સુરત ખાતે કાર્યરત લિગ્નાઈટ આધારિત 500 મેગા વોટ જી.આઇ.પી.સી.એલ. થર્મલ પાવર પ્લાન્ટ થી કરેલ. તેમણે 2014 માં Bureau of energy Efficiency (BEE) India દ્વારા લેવામાં આવતી Energy Manager ની પરીક્ષા માં 450 માથી 389 માર્કસ મેળવી ઓલ ઈન્ડિયા રેંક – 2 પ્રાપ્ત કરેલ છે.

હાલ માં તેઓ જી.આઇ.પી.સી.એલ થર્મલ પાવર પ્લાન્ટ માં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવી રહેલ છે ત્યારે જીપીએસસી પાસ કરી મોભાદાર હોદા ઉપર નિમણુંક પામતા ચોતરફથી અભિનંદન મળી રહ્યા છે.

- text