વાંકાનેરમાં યુવતીની નિર્મમ હત્યા : રહસ્યની આંટાઘૂંટી

- text


નેશનલ હાઈવે પર આવેલ સૂર્યા ઓઈલ મીલમાં બીલિંગનું કામ કરતી ૧૯ વર્ષીય યુવતીને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારાઈ

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ ઓઇલ મિલમાં છેલ્લા એક વર્ષથી કારખાનાનું બીલીંગનું કામ સંભાળતી ૧૯ વર્ષીય યુવતીની ઠંડા કલેજે હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે, જો કે રહસ્યના આંટા પાટા સર્જનારી ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નેશનલ હાઈવે ઉપર ટોલ નાકા નજીક આવેલ સુર્યા ઓઇલ મિલમાં બીલીંગનું કામ કરતી કવિતાબેન કેતનભાઇ ચૌહાણ ઉ.વ. ૧૯ રહે વીસીપરા વાંકાનેર વાળી યુવતીની સાંજે ઓઇલ મીલમાં ઉપરના ભાગે રસોડામાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમજ રસોડાના પ્લેટફોર્મ સાથે માથું અથડાવી કોઈ અજાણ્યા શખસોએ હત્યા નિપજાવતા સનસનાટી મચી જવા પામી છે.

રહસ્યમય હત્યા અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ થતા જ પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે જઈ તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે અને યુવતીને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

આ મામલે પોલોસે કારખાનામાં કામ કરતા શંકાસ્પદોની પૂછપરછ પણ શરૂ કરેલ છે. અને આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે હાલમાં વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઇ એમ.વી. ઝાલા ચલાવી રહ્યા છે.

- text

 

- text