મોરબીના લાલપર ગામે વિદ્યાર્થીનીના જન્મદિને વાલી દ્વારા શાળાને સ્માર્ટ ટીવીની ભેટ

મોરબી : મોરબીના લાલપર ગામ પાસે આવેલી સીઆરસી શાળાની વિધાર્થીનીના જન્મદિનની તેના માતા પિતા દ્વારા પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આ વાલી દ્વારા શાળાને સ્માર્ટ ટીવીની ભેટ આપવામાં આવી હતી.

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલી સીઆરસીની તાલુકા શાળામાં અભ્યાસ કરતી વિધાર્થીની ચી.ખુશીનો આજે જન્મદિવસ હતો.ત્યારે તેના પિતા મનીષભાઈ દુલર્ભજીભાઈ આદ્રોજા અને માતા અસ્મિતાબેનએ પુત્રીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સ્માર્ટ ટીવી આ શાળાને ભેટમાં આપ્યું હતું જે બદલ લાલપર તાલુકા શાળા અને સીઆરસી પરિવારે તેમનો આભાર માન્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en