વાંકાનેરમાં સ્વાઇન ફ્લુનો ફુફાડો : બે કેસ

વાંકાનેર : વાંકાનેર પંથકમાં સ્વાઇન ફ્લૂએ ડેરા તંબુ તાણ્યા હોય એમ ગઈકાલે એક કેસ સામે આવ્યા બાદ આજે વધુ એક સ્વાઇન ફલૂ પોઝિટિવ કેસ નોંધાયો છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂ હાહાકાર મચાવી રહ્યો છે જેમાં ગઈકાલે વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં ૪૯ વર્ષના મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવ્યા બાદ આજે વાંકાનેરના ખીજડિયા ગામના ૬૦ વર્ષીય વૃદ્ધને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટ સારવારમાં ખસેડાયા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en