વાંકાનેરના રાતીદેવડી ગામે જુગાર રમતા ૫ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે જુગાર રમતા ૫ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. આ પાંચેય શખ્સોની પોલીસે અટકાયત કરીને રૂ. ૧૦ હજારની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાકાનેર સીટી પોલીસે રાતીદેવડી ગામે કબ્રસ્તાન સામે નદીના પટમાં જુગાર રમતા હરેશ રામકૃષ્ણ કુબાવત, રમેશ ઉર્ફે ભુપત વિભાભાઈ ફાંગલીયા, નાથા વાલજીભાઈ મદરેસાણીયા, ઉસમાન અહમદભાઈ કડીવાર અને યોગેશ નવીનભાઈ વોરાને રૂ. ૧૦,૧૫૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.