સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે હથિયાર હેઠા મુક્યા : સોમવારથી સ્કૂલો ચાલુ

- text


અધિકારીઓએ યોગ્ય તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો

મોરબી : ટંકારાની શાળાના સંચાલકો અને શિક્ષકો સામે નોંધાયેલ એસ્ટ્રોસિટીની ફરિયાદના વિરોધમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શાળાઓ બંધ રાખવાનું એલાન આપ્યું હતું. બાદમાં આ મામલે ઉચ્ચ અધિકારીઓને આવેદન પણ પાઠવ્યા હતા. ત્યારે અધિકારીઓએ યોગ્ય તપાસની ખાતરી અપાતા સ્વનિર્ભર શાળા સંચાલકે હથિયાર હેઠા મૂકીને સોમવારથી રાબેતા મુજબ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

- text

ટંકારાની લાઈફ લિંક્સ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની હતી. જેમાં સંચાલકો અને શિક્ષકો વિરુદ્ધ એસ્ટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના વિરોધમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એસ્ટ્રોસિટી પાછી ખેંચવાની માંગ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પણ આપ્યું હતું.

આવેદન વેળાએ અધિકારીઓએ યોગ્ય તપાસ કરવાની ખાતરી આપતા સ્વનિર્ભર શાળાએ શાળા બંધન એલાનને પાછું ખેંચીને આવતીકાલે સોમવારથી શાળાઓ શરૂ કરવાનું જાહેર કર્યું છે.

- text