વાંકાનેરમાં દોઢસો કિલો સોપારીની ચોરી કરનાર શખ્સ પકડાયો

- text


પોલીસે રૂ. ૪૫ હજાર કિંમતની દોઢસો કિલો સોપારી કબજે કરી તસ્કર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર: વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં એક શખ્સ ૬ બાચકા સોપારી ઉપાડી ગયાની ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે પોલીસે આ તસ્કરને ઝડપી પાડી રૂ. ૪૫ હજારની કિંમતની દોઢસો કિલો સોપારી જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાટિયા સોસાયટી, ભૂતનાથ મંદિર પાસે રહેતા આશિષભાઈ ઇન્દુભાઈ સોઢાએ વાંકાનેર સીટી પો.સ્ટેમાં ફરિયાદ નોંધાવી હતી કે અરુણોદય સોસા.માં આવેલ તેના મકાનમાંથી કટિંગ કરેલી તેમજ આખી સોપારીના સાડા છ કટ્ટા ૧૫૦ કિલ્લો આશરે વજન કિંમત ૪૫૦૦૦ રૂપિયાની ગત રાત્રી દરમ્યાન મકાનનું તાળું તોડી કોઈ ચોરી કરી ગયા હતા.

આ ફરિયાદના પગલે પોલીસે સોપારીની ચોરી કરનાર નવઘણ ભલુભાઈ વિકાણી ઉ.વ. ૨૬ રહે. નવાપરા વાળાને ચોરી કરેલ મુદામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text