મોરબીમાં દારૂ ઢીંચીને ફરતા ૭ શખ્સોને પોલીસે પકડયા

- text


માળિયા, ટંકારા, હળવદ અને વાંકાનેરમાથી એક-એક પીધેલા ઝડપાયા

મોરબી : મોરબીમાં દારૂ ઢીંચીને ફરતા ૭ શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે પોલીસે માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારામાંથી પણ એક- એક શખ્સોને પીધેલી હાલતમાં ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી પોલીસે રફાળેશ્વરમાંથી અરવિદભાઇ રણછોડભાઇ પરમાાર, લાતી પ્લોટમાંથી આમદભાઇ હારૂનભાઇ કટીયા, કરણભાઇ પ્રવિણભાઇ કાતરોડીયા અને મયુરભાઇ પ્રવિણભાઇ રાઠોડ,
ગેસ્ટહાઉસ રોડ પરથી અશોકભાઇ દલાભાઇ રાઠોડ, કાલિકા પ્લોટમાથી વિજયભાઇ રસીકભાઇ અખીયાણી, ત્રાજપરથી દિપકભાઇ ઉફૈ પ્રદુન સવજીભાઇ વરાણીયાને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

આ સાથે માળિયાના વર્ષામેડી ગામેથી ગોવિંદભાઈ નરશીભાઈ રાઠોડ, ટંકારામાંથી નાગજીભાઇ નાથાભાઇ સોલંકી, વાંકાનેરની સરતાનપર ચોકડીથી મોટલા છગનભાઇ બગેલ, હળવદના અજિતગઢ ગામેથી પ્રવિણ ચંદુભાઈ તલવારીયાને પીધેલી હાલતમાં પોલીસે પકડી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

ઉપરાંત મોરબીના નીચી માંડલ ગામેથી દિનેશભાઇ નરશીભાઇ માથાસુળીયા, હળવદના ખોડ ગામેથી નરસંગભા ઉર્ફે પબુભા પુંજાભા મારૂ તેમજ ત્રાજપરમાંથી વર્ષાબેન રમેશભાઇ મગનભાઇ સનુરાને પોલીસે દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text