મોરબીના વાવડી રોડ ઉપર લારી-ગલ્લાના દબાણો હટાવવાની માંગ

- text


સ્થાનિક સોસાયટીના રહીશોની ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર લારી ગલ્લાવાળાઓએ દબાણ કર્યું હોવાની તથા ત્યાં બેસીને આવરાતત્વો ઝઘડો કરતા હોવાની ફરિયાદ સાથે સ્થાનિક સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસર તથા કલેકટરને રજૂઆત કરી વાવડી રોડ પરના લારી ગલ્લાનાં દબાણો હટાવવાની માંગ કરી છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ આશાપુરા સોસાયટી, રવિપાક, શ્રીજી સોસાયટી,પ્રભુનગર, ઉમિયાનગર, નંદનવન, ગાયત્રીનગર સહિતની સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરી હી કે વાવડી રોડ ઉપર આ સોસાયટીઓ પાસેની ફૂટપારી પર નાસ્તા તેમજ પાનના ગલ્લાની લારીઓવાળા દબાણ કરીને વાહન પાર્ક કરે છે.લુખ્ખા તત્વો ત્યાં બેસીને અવાર નવાર ઝઘડાઓ કરે છે.તેમજ ત્યાંથી નીકળતી સોસાયટીની મહિલાઓ અને દીકરીઓની મજાક મસ્તી કરીને અપશબ્દો બોલતા હોવાથી મહિલાઓને ભારે મુશ્કેલી પડે છે.તે કોઈ અઘટિત બનાવ બને તે પહેલાં આ સોસાયટીના હિતને ધ્યાને લઈને વાવડી રોડ ઉપરના લારી ગલ્લાનાં દબાણો હટાવવાની માંગ કરી છે

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text