મોરબી જિલ્લામાં અચાનક મગફળી ખરીદ કેન્દ્રો બંધ

- text


ખરીદી પુરી થઈ હોવાથી ખરીદ કેન્દ્રો બંધ કર્યાનો તંત્રનો બચાવ : 1085 ખેડૂતોને જાણ કરી પણ 425 ખેડૂતો આવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં બીજા તબબકાની ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થયાના માત્ર 4 દિવસમાં જિલ્લાના ત્રણ ખરીદ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. મગફળીની ખરીદી પુરી થઈ ગઈ હોય ખેડૂતો ઓછા આવતા હોવાથી 4 દિવસમાં મગફળી ખરીદ કેન્દ્રો બેધ કરી દીધાનો પુરવઠા તંત્રએ બચાવ કર્યો છે. આ ચાર દિવસમાં 1085 ખેડૂતોને જાણ કરી હતી.પરંતુ તેમાંથી માત્ર 425 ખેડૂતો આવ્યા હતા તેમાંથી 383 ખેડૂતોનો માલ સ્વીકાર્યો હતો.

મોરબી જિલ્લામાં થોડા સમય પહેલા બીજા તબબકાની ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ હતી.મોરબીના માર્કેટિંગ યાર્ડમાં તા 22 જાન્યુઆરીએ મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી.જોકે પ્રથમ દિવસે એક ખેડૂત અન્યની મગફળી વેચવા આવતા આ મુદ્દે અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ભારે માથાકૂટ થઈ હતી અને અધિકારીઓએ આ માલ વેપારીનો હોવાનો આક્ષેપ કર્યા બાદ ખેડૂતોએ પણ લોલમલોલ કામગીરી થતી હોવાનો પ્રતિઆક્ષેપ કર્યો હતો.આ ખરીદીની શરૂઆતથી જ ખેડૂતો નબળો પ્રતિસાદ હોવાનું જણાવીને જાણે ખરીદ કેન્દ્રી ચાલુ રાખવા માગતું જ ન હોય તેમ પુરવઠા તંત્ર આ અંગેનો ઉપર રિપોર્ટ મોકલતા સરકાર તરફથી મોરબી જિલ્લાના ત્રણેય ખરીદ કેન્દ્રો બેધ કરવાની સૂચના આવી હોવાનું પુરવઠા તંત્રે જણાવ્યું હતું.પુરવઠા અધિકારી ડોડીયાએ જણાવ્યું હતું કે મગફળીની ખરીદી હવે પુરી થઈ ગઈ હોવાથી સરકારમાંથી સૂચના આવતા આજથી ત્રણેય કેન્દ્રો બંધ કરાયા છે.જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરાએ જણાવ્યું હતું કે પુરવઠા ખાતાની સૂચના મળવાથી ખરીદ કેન્દ્રો બંધ કરાયા છે.ખેડૂતોનો માલ ઓછો આવતો હોયને વેપારીનો માલ ઘુસી જવાની ભીતિ રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.

- text

પુરવઠા ખાતાના જણાવ્યા મુજબ બીજા તબક્કાની ખરીદીમાં અગાઉ બાકી રહેલા ખેડૂતોને જાણ જ કરવાની હોય છે.જેમાં મોરબીમાં 225 ખેડૂતોને જાણ કરી હતી.તેમાંથી 10 ખેડૂતો આવ્યા હતા અને 7 ખેડૂતોનો 6480 કીગ્રા મગફળી ખરીદી કરાઈ છે .3 ખેડૂતોનો માલ રિજેક્ટ થયો છે.જ્યારે હળવડમાં 860 ખેડૂતોને જાણ કરી હતી .જેમાંથી આવેલા 415 ખેડુતોમાંથી 376 ખેડૂતોનો 3,87420 કીગ્રા માલ સ્વીકર્યો હતો.વાંકાનેરની ખરીદીનો રિપોર્ટ હજુસુધી ન આવ્યાનું જણાવ્યું હતું.ખેડૂતોને જાણ કરવા છતાં ન આવતા હોવાનું તંત્ર રટણ કરી છે.હકીકતમાં ખેડૂતો ઉદાસીન છે કે તંત્ર મનમાની કરી રહ્યું છે.તે સવાલ સૌના મનમાં ઘુમરાઈ રહ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text